ગેલ માતાજી ઇતિહાસ ભાડલા
આશરે ૧૮૦૦ વર્ષ પહેલા હાલ જે ભાડલા ગામ છે.ત્યાં ભદ્રપુરી નામનું નાગર હતું.જેમાં ભગવતી ગેલી અંબેની કૃપાથી ડોડીઆ રજપુતોની રાજધાની હતી.વખત જતાં ભાઈઓમાં કુસંપ વધ્યો. તેઓ અંદરો અંદર લડતા ઝઘડતા આ તકનો લાભ લઈ નિર્બળ બનેલા ડોડીઆ ઉપર મુસલમાનોએ ચઢાઈ કરી. ભદ્રપુરી જીતી લીધું અને ઇસ્લામી રાજય સ્થાપ્યું.
અમારા ઉપર પ્રસન્ન થઈ અમને સહાઈ કરો. ત્યારે ભગવતીએ પ્રાથના સાંભળી જણાવ્યુ કે મારા બેસણે મારો ગેબી બાવો છે. તેને બોલાવો ગેબી બાવો આવ્યા પછી માતાજી ભીમ-ખાચરને પ્રસન્ન થયા અને કહ્યું. કે જા હવે ગામ વસાવ હું ગામનું રક્ષણ કરીશ અને ગામનું નામ ભાડલા રાખજે. વિ.સં.૧૭૫૫ની સાલમાં ભાડલા ગામનું તોરણ બાંધ્યું ને ગામ વસ્યું મંદિરની પ્રતિષ્ઠા ભાડાલાનું ચાચર અને દેવી યશમાં પ્રખ્યાતિ મેળવી અને ગેલી અંબેની જાગતી જ્યોત જગતમાં દર્શાવી.
નિમાડ પ્રદેશ બાજુમાં ઉજ્જૈનની સરહદ ભેગી થાય છે.ત્યાં આઇરાણીનો પ્રદેશ છે તે બહુ જ ગાઢ જંગલ અને પહાડોવાળો પ્રદેશ છે. તે જંગલમાં મામાડીયા માદા નામના ચારણ રહેતા. અને સાથે બીજા તેના કુટુંબીઓ પણ રહેતા હતા તે કુટુંબમાં મધડો ચારણ જાગીરદાર તે મામડીયા માદાને પિત્રાઈ ભાઈ થાય મામડીયા માદાનેબ જમીન ઘણી હતી મામાડિયો ઘણોજ દેવી ભકત અને આસ્તિક વૃતિવાળો હતો ધર્મ ધ્યાન યજ્ઞ દાન પુણ્ય અને ધર્મના નિયમનું નિત્ય પાલન કરતો પણ મામડીયા માદાને પેટે કઈ સંતાન હતું નહી. જેથી મઘડો ચારણ મામડીયાને દ્વેષ કરતો કે આ મામડીયાને પેટ સંતાન નથી અને વાંઝીઓ છે. આ વાંઝીઆ મેણું છુપાવવા ધર્મના ધતીંગ કર્યે જાય છે. આમ બન્નેને પરસ્પર ઝધડો ચાલ્યા કરતો હતો. ગયો ‘હે માં મારા અહોભાગ્ય આજે મને પાવન કર્યો’ મામડીયા માદા ઊભા થઈ ભગવતીને પ્રાથના કરે છે કે ‘હે આઈ આરે શેર માટીની ખોટ છે.જેથી હું આ દુખ ભોગવી રહ્યો છું.મારૂ મુખ જોવામાં અમારા ભાઈઓ પાપ સમજે છે.આ એક જ દૂ:ખ છે બાકી તો આપની દયાથી હામ દામ ઠ 1 મ સર્વે વસ્તુ છે. બાકી શેર માટીની ખોટ છે.આ દૂ:ખ છે.” ભગવતી બોલ્યા “હે મામડીયા તારા સત્યકર્મથી હું તારી ઉપર પ્રસન્ન થયેલી છું તો સંભાળ તારા ભાગ્યમાં સંતાન નથી પણ તારૂ વાંઝીયા મેણું ભાંગવા સાત શકિત અને એક વીર તે આઠ સ્વરૂપો તારે ત્યાં પિંગળામાં(પારણામાં) પોઠશું એમ કહી તારું વાંઝીયા મહેણું ભાંગીશું” મામડીયાએ કહ્યું”મારૂ વાંઝીયા મેણું ટાળવા તમારે પિંગળામાં આઠ સ્વરૂપે થવું તે મને યોગ્ય લાગતું નથી ત્યારે જગદંબાએ કહ્યું હે મામડીયા માદા આ કલીયુગ છે તેમાં માનવ ઘણા જ અધર્મી બને છે. અને રાક્ષસ જેવા કર્મ કરે છે ભકતજનોને દૂ:ખ આપે છે. ત્યારે ત્યારે અમારે આવવાનું રક્ષણ કરવા આવવું જ પડે છે તું ગભરાઈશ નહી હું તારી કુળદેવી જ છું અને રક્ષણ અર્થે આ કાર્ય કરવાનું છે. મામડીયાએ કહ્યું”એ બધી વાત સાચી પણ હું પિતા યોગ્ય નથી અને એ ઘણું અણઘટતું દેખાય.”
શકિતનો મહીમા
શકિત દરેકમાં હોવી જરૂરી છે.શકિત વગરનો માનવી નિર્માલ્ય છે.શકિત વગર કાઇ પણ થઈ શકતું નથી કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવા માટે દરેકમાં શાંતિ હોવી જરૂરી છે અને તે શકિત મેળવવા માટે ઘેરઘેર અને ગામે ગામ જેનું નામ લેવાઈ રહ્યું છે તેવા શ્રી જગદંબા જગત જનની સૃષ્ટિના સર્જનહાર શ્રી ગેલ માતાનું નામ સાંભળતા કાયર હદયના માનવીના રૂવાડા ઊભા થઈ જાય તેવા જોગમાયા ચંડી સ્વરૂપ બિરદાળી આઈ શ્રી ગેલ માતાનું રાત્રિ દિવસ સ્મરણ કરવાથી આપણામાં અનેક ગણી શકિત આવે છે.
આ સૃષ્ટીમાં ‘માં’ વગરનો કોઈ માનવી નહી હોય ‘માં’તો દરેકને છે ‘માં’ શબ્દ બોલવાથી આપણાંમાં ઉપર દરેક ‘માં’ ની કૃપા થાય છે.પૃથ્વી માતા તે પણ ’માં’નું સ્વરૂપ છે. પૃથ્વી માતા પર આપણે ચાલીયે છીયે તેને ખોદીએ છીયે છતા પણ તેમનામા કેટલી સહનશીલતા છે.પૃથ્વી માતા આખી દુનીયાનો બોજો ઉપાડીને કેટલું બધુ સહન કરે છે
તેવી જ રીતે આ જગતજનની જોગમાયા આપણાં ગમે તેટલા ગુન્હા હોય તો પણ માં આપણને માફ કરે છે અને તેમની સવાર સાંજ સેવા કરવાથી આપણામાં અલૌકીક શકિત આવે છે.
જેમ અંધારામાં પ્રકાશ થવાથી અંધારું નષ્ટ પામે છે તેમ શ્રી બીરદાળી આઈ શ્રી ગેલમાતાનું સ્મરણ કરવાથી અંધકાર રૂપી પાપ નષ્ટ પામે છે આપણે આ સંસારમાં એક આગબોટ સમાન છીએ.જેમ આગબોટનું સંચાલન તેનો સુકાની કરે છે તેમ આપણાં સંચાલન માટે શ્રી જગદંબા આઈ શ્રી ગેલીમાં આવા કઠીન અને કપરા કળીયુગમાં જો આપણી શેરી પાર ઉતારી હોય તો એક જ આધાર આઈ શ્રી ગેલ માં.
આઈ શ્રી ગેલ માનું ભાડલા ગામમાં જૂનું પુરાણું મંદિર છે જેમાં સાત બહેન એક મેરખીયા વીર છે અને તેમની મૂર્તિઓ છે. ત્યાં દૂર દૂરથી ઘણીજ માનતાઓ આવે છે અત્યાર સુધીમાં કોઈ પણ દૂ:ખીયો માનવી માના પારેથી દૂ:ખી v જ કીધું છે.
ભૂવા તું જઈશ ભાડલા ગામડે થેની દેવી છે જાગતી જોગમાયા આઈ શ્રી ગેલી માને શીશ નમાવીને ઘર બહાર પગ મૂકે તેના ધારેલા દરેક કાર્યો માં પરીપૂર્ણ કરે છે.
દંતકથા અનુસાર,
માતાએ ભૂતોના રાજા બાબરા ભૂત અને તેના સમગ્ર ભૂતાવળને બાંધી દીધા અને એક જ રાતમાં તેમની પાસેથી અનેક પ્રકારના કામ લીધા અને વારંવાર માફી અને વિનંતીઓ કર્યા પછી, માતાએ તેમને આશીર્વાદ આપ્યા, જેના કારણે તે બાબરા ભૂત બન્યા તેઓ દાદાના રૂપમાં પૂજવામાં આવે છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે માતા એટલી દયાળુ છે કે તેણે ભૂતને દેવતા બનાવી અને તેને પૂજા લાયક સ્થાન આપ્યું, તેથી આપણે તેના ભક્ત છીએ, આપણને ફક્ત વિશ્વાસ અને વિશ્વાસની જરૂર છે. જૂનાગઢના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામમાં આવેલા ગૌધામ ડુંગરની ટોચ પર ડીંકો મા ગાત્રાલના રૂપમાં પૂજવામાં આવે છે.તે જૂનાગઢની નજીક છે. માતા રાત્રે ભાડલા ખાતે રોકાય છે.રાત્રિની આરતી ભાડલા ખાતે થાય છે અને સવારની આરતી ગઢધામ ડુંગર ખાતે થાય છે. સુરેન્દ્રનગરના કોંધ ગામના કુબા વાલી ગાત્રાલ જેવા વિવિધ નામો સાથે અનેક જગ્યાએ માતાના મંદિરો આવેલા છે. કુંડલ ગામમાં કોઠા વાલી ગેલ અને ગાત્રાલ તરીકે ઓળખાય છે.જ્યાં જમીન પર મંદિરો બાંધવામાં આવ્યા છે ત્યાં ઘણી જગ્યાઓ છે.
રહેવા અને ખાવા-પીવાની સુવિધાઓ ઉપલબ્ધ છે, તે પણ મફતમાં. જય શ્રી ગેલ
લોકોમાં ગેલમાતાની વાવ તરીકે જાણીતી આ ચાર મજલાવાળી કાટખૂણી વાવમોર્ટ ભાગ ૧૩મી સદીની છે.
વાવમાં ઊતરતી જે આવતી બંધ ચૌકીર્મોના સવાલોમાં ગણેશ અને શિવ-પાર્વતીની મૂર્તિઓ છે. વાવની બન્ને ભાજના ગવાકોમાં વિષ્ણુ અને ગણેશ, તો કૂવાની અંદરના સેવાક્ષમાં રોપાથી વિષ્ણુની પ્રતિમા છે.
જયશ્રી ગેલ માં - ભાડલા ની વાવ ની માતા
ભાડલા ગામ ના દરબાર સુરજ ખાચર માં ગેલ માં ભુવાજી હતા અને તેમની 70 વર્ષ ની ઉંમરે કોઈ સંતાન નહતું
ત્યારે સુરજ ખાચર એ વિચાર કરિયો ને દુખી થઇ ને ગામ ને કીધું કે
'માં ગેલ' ની વાવ આપડે બુરી દેવી શે.... જે માતા દીકરા ના આપી શકે તેવી માતાપૂ જવી શું કામ પડે....
સુરજ ખાચર ગામ નાં માનસો ને લઈને માતા ગેલ ની વાવ બુરવા આવ્યે ને મોટા મોટા પથ્થર "માં ગેલ"ની વાવ માં નાખવા માંડ્યા ત્યારે "માં ગેલ" એ સુરજ ખાચર ને કીધું કે "કાઠી દરબાર થઇ ને મારી વાવ બુરે સે. શું કામ?"
ત્યારે સુરજ ખાચર કીધું કે, જે માતા દીકરા ના આપી શકે તેવી માતા ને પૂજવી શું કામ પડે..... ગેલ માતા બોલી : દરબાર તારે દીકરો જોઈએ સે ને? જગત ના બૈરા તો 9 મહીને
દીકરો જન્મ આપે.....
.....પણ જા તારી કાઠીયાન ને 9 દિવસે દીકરો આપું તોહ માનજે કે ભાડલા
ની વાવ ની માતા ગેલે દીકરો આપીયો શે....
(પ્રભાત સોલંકી ની વાત માંથી)
Chauhan Vijaybhai Devshibhai
મંદિરનો સમય 08 થી 01 અને 03 થી 05
અમાવસ્યા પર મંદિરમાં પૂજા નથી થતી, મંદિર બંધ રહે છે
What's Your Reaction?