ખેડુત ખાતેદાર અકસ્માત વીમા યોજના

Feb 7, 2026 - 13:24
Feb 7, 2026 - 14:53
 0  2
ખેડુત ખાતેદાર અકસ્માત વીમા યોજના

ખેડુત ખાતેદાર અકસ્માત વીમા યોજના (Farmer Account-Holder Accidental Insurance Scheme) ગુજરાત સરકારની અકસ્માત વીમા યોજના છે, જે રાજ્યમાં ખેતેદાર ખેડૂતો અને તેમના પરિવાર માટે અકસ્માતના કારણે મૃત્યુ અથવા કાયમી અપંગતા (Permanent Disability) જેવી દુર્ઘટનાઓમાં નાણાકીય સહાય પૂરું પાડે છે.

રાજય સરકારશ્રી દ્વારા અમલી ખેડુત ખાતેદાર અકસ્માત વીમા યોજના સબબ તારીખ ૦૧/૦૪/૨૦૨૫ કે ત્યાર બાદ અકસ્માતથી મરણ જનાર ખેડુત ખાતેદારશ્રીઓને રૂ ૪.૦૦ લાખ સહાય આપવાનું નકકી કરવામાં આવેલ છે તથા જીલ્લા પંચાયત દ્વારા રૂ ૨.૦૦ લાખ એમ કુલ રૂ ૬.૦૦ લાખ સહાય મળવાપાત્ર થશે. આમ આ બાબતે તમામ ગ્રામસેવકશ્રીઓએ ગામના તમામ વોટસએપ ગૃપમાં ફોરવર્ડ કરી મહત્તમ પ્રચાર- પ્રસાર કરવા તથા આપશ્રીના સેજામાં જ્યારે પણ કોઇ પણ ખેડુત ખાતેદારનું અકસ્માતે મરણ થાય ત્યારે અંગત રસ લઇ, જાતે ફોર્મ ભરાવી પેટા વિભાગ મારફત જીલ્લા કક્ષાએ મોકલી આપવાનું રાખશો. આ એક સેવાકીય કાર્ય છે જે બાબતને ધ્યાને લઇ જીલ્લાના એક પણ ખેડુત સહાયથી વંચિત ન રહે તે બાબતનું ધ્યાન રાખીએ.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow