જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ નો ઇતિહાસ

Nageshwar Temple Dwarka

Feb 11, 2026 - 12:39
 0  2
જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ નો ઇતિહાસ

જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ

પવિત્ર ગોમતી નદી અને દ્વારકાના સમુદ્રીક્ષેત્રમાં ઓખા મંડળમાં નાગેશ્વર મહાદેવનું જયોતિર્લિંગ અનાદિકાળથી પ્રકાશે છે. શ્રી નાગેશ્વર મંદિર દ્વારકા નગરથી ૧૬ કિ.મી. દુર છે. દ્વારકાક્ષેત્રના આ વન પ્રદેશને વર્તમાનમાં દારુકાવન કહેવાય છે. વારંવાર યુદ્ધ કરવાનું છોડીને રણછોડ કૃષ્ણ અને બલરામજી ગોકુળ મથુરા મુકીને સૌરાષ્ટ્રનાં આ અંતિમ સમુદ્રી ક્ષેત્રમાં આવ્યા હતાં. આ સ્થળે પોતાની નવી રાજધાની દ્વારકાનું નિર્માણ કર્યુ તે પહેલા અહિં અનાદિકાળથી રહેલ નાગેશ્વર મહાદેવની

પૂજા અભિષેક કરીને શિવજીની કૃપાથી પશુપતાસ્ત્ર મેળવી આ સમુદ્રીક્ષેત્રમાં શંખ, કુશ, દારૂકા આદિ રાક્ષસોના દળ-બળનો નાશ કરીને મનુષ્ય માટે વસવાટ કરવા આ ક્ષેત્રને નિર્ભય બનાવ્યું હતું.

કહેવાય છે કે શ્રીકૃષ્ણએ આ ક્ષેત્રમાં દેવોનાં શિલ્પકાર વિશ્વકર્મા પ્રભુની સહાયથી અદ્ભુત દ્વારકા નગરનું નિર્માણ કર્યુ હતું અને તેના રાજા રણછોડ નામથી જગતમાં પ્રખ્યાત થયા હતા.

મહર્ષિ વેદવ્યાસ શ્રીમદ્ ભાગવતમાં લખે છે કે, વસુદેવ સુતં દેવ કંસ ચાણુર મર્દનમ્ દેવકી પરમાનંદમ્ શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરૂમ્

શ્રી મહાભારતમાં દ્રોણ પર્વ સાતમાં અધ્યાય ૮૦માં પુરાણોક્ત રૂદ્રાભિષેક વિધિ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહી છે અને શિવજીની ઉપાસના વિધિસાથે કરીને તેઓએ શસ્ત્રો અને શિવજીની કૃપા પ્રાપ્ત કરી યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.

ગુજરાતી સાર્થ જોડણીકોષમાં ‘જગતગુરૂ’ નો અર્થ છે જગતગુરૂ એટલે શાંકરમતના મુખ્ય આચાર્યની પદવી શાંકર મતનાં પ્રચારક.

ભગવાન શ્રી કૃષ્ણએ આ નાગેશ્વર મહાદેવની કૃપાથી અહિં પોતાની રાજધાની બનાવી હતી.

યુગાંતરે અગણીત સમયકાળ પછી આ ક્ષેત્રમાં શ્રી કૃષ્ણનાં પૌત્ર વજ્રનાભજીએ સાત માળનું સુંદર જગત મંદિર દેવોનાં શિલ્પી વિશ્વકર્મા પાસેજ કરાવ્યું હતું.

આ જગત મંદિર ત્રૈલોક્યસુંદર મંદિર અને પ્રાચિન દ્વારકાપુરીની યાત્રાએ એક સમયે ભગવાન શંકરનાં ઉપદેશ પ્રચારક એવા જગગુરૂ આદ્ય શંકરાચાર્ય મહારાજ પણ નાગેશ્વર પધારેલ છે.

આદ્ય ગુરૂજીએ નાગેશ્વર મહાદેવનો અભિષેક-પૂજન કરીને તેમના સ્વરચિત બાર જયોતિર્લિંગ સ્તોત્રમાં લખેલ છે ક

યામ્યે સઅંગે નગરેતિરમ્યે વિભુષિતાંગ વિવિધૈશ્વર્ય ભોગૈ: ।

સદ્ભકતિમુક્તિપ્રદમીશમેકં શ્રીનાગનાથં શરણં પ્રપઘે ।।

આદ્ય ગુરૂજી સ્તોત્રમાં લખે છે કે વિવિધ સુંદરતાથી વિભુષીત કરેલા અને વિવિધ ભોગ ધરાય છે તે ઈશ્વરના નગરની દક્ષિણે સદ્ભક્તિ અને મુક્તિ આપનારા નાગનાથને શરણે હું જાવ છું.

આદ્ય ગુરૂજીએ ત્યાર પછી દ્વારકેશ મંદિરની બાજુમાં જ શારદામઠની સ્થાપના કરી હતી. આજે પણ રાજા રણછોડરાયજીનો સામગ્રી-ભંડાર આ શારદામઠ તાબે છે.

જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવનું મંદિર જીર્ણોધ્ધાર પછી વિશાળ અને સુંદર બન્યું છે. મંદિર બાજુમાંજ ૮૫ ફુટ ઉંચી શિવજીની પ્રતિમા ૧કી.મી. દુરથી દેખાય છે. મંદિરની બાજુમાં આવળ માતાનું સ્થાનક છે.

હરિ કહેતા ભગવાન શ્રી કૃષ્ણ અને હર કહેતા મહાદેવ શિવજી આ બંન્ને ઉપાસક અને ઉપાસ્ય એવા આ મહાયોગેશ્વરનાં દર્શન કરીને બાર જ્યોતિર્લિંગમાં એક એવા 'નાગેશં તું દારૂકાવને' બિરાજતા શિવજી આપણું કલ્યાણ કરે તેવી પ્રાર્થ

ના. અસ્તુ- યોગેન્દ્રનાં જય નાગનાથ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow