ઉનાના સિમર ગામે મંત્રી પરસોત્તમ સોલંકીએ ભાઈ અંદાજમાં કહ્યું હું કોઈના પગે પડનારો નેતા નથી

WWW.BS9NEWS.COM ઉના તાલુકાના સિમર ગામે કોળી સમાજના સમૂહ લગ્નપ્રસંગમાં સોલંકી બંધુઓનો હુંકાર

Feb 12, 2026 - 21:27
Feb 12, 2026 - 21:39
 0  11
ઉનાના સિમર ગામે મંત્રી પરસોત્તમ સોલંકીએ ભાઈ અંદાજમાં કહ્યું હું કોઈના પગે પડનારો નેતા નથી

ઉના તાલુકાના સિમર ગામે કોળી સમાજના સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકીએ ફરી એકવાર પોતાના આગવા અને આક્રમક અંદાજમાં સૂચક નિવેદન આપ્યું છે. તેમણે સમાજના લોકોને હિંમત આપતા જણાવ્યું હતું કે, “જેને જે સમજવું હોય તે સમજે, પણ જો તમને કોઈ ધોકા મારે તો યાદ રાખજો કે તમારી પાછળ પરસોત્તમ સોલંકી ઊભો છે

અખતરા કરવા હોય તો યાદ કરજો

પોતાના ભાષણ દરમિયાન મંત્રીએ મક્કમતાથી કહ્યું કે, તેઓ રાજકારણ કરવા નહીં પણ સમાજની સેવા કરવા આવ્યા છે. તેમણે ઉમેર્યું, “હું કોળી સમાજનો દીકરો છું અને મને બીજું કંઈ આવડતું નથી. જો મારા સમાજને કોઈ દુઃખી કરશે તો હું તેને છોડીશ નહીં. હું જે કરું છું તે દિલથી કરું છું અને સમાજના ભલા માટે મને કોઈ મર્યાદા નડતી નથી. ભાવનગર હોય કે ગાંધીનગર, ગમે ત્યારે જરૂર પડે તો સીધા આવી જજો. કોઈને અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો."

રાજકીય તાકાતનો પરચો: 'અત્યારે 18 ધારાસભ્યો છે'

સમાજની રાજકીય મજબૂતી પર ભાર મૂકતા સોલંકીએ જણાવ્યું હતું કે, અત્યારે કોળી સમાજના 18 ધારાસભ્યો છે અને તેમની ઈચ્છા છે કે આ સંખ્યા હજુ વધે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “હું કોઈના પગે પડે તેવો નેતા નથી અને સરકાર પાસે કશું માગતો નથી, પરંતુ જો સમાજ પર અત્યાચાર થશે તો હું સૌથી પહેલા આવીને ઊભો રહીશ.”

હીરા સોલંકીનો શાયરાના અંદાજ: 'હમ બુરે

આ પ્રસંગે હીરા સોલંકીએ પણ શાયરીના અંદાજમાં વિરોધીઓને આડકતરો ટોણો માર્યો = હતો. તેમણે કહ્યું, “તેરે દિન અચ્છે હૈ તો મુજસે કિનારા કરલે, હમ તો બુરે લોગ હૈ બુરે વક્ત મેં કામ આતે હૈ.” તેમણે ખાતરી આપી હતી કે ગમે તેવો ખરાબ સમય હોય, બંને ભાઈઓ સમાજની પડખે અડીખમ ઊભા રહેશે.

સતત છઠ્ઠીવાર ધારાસભ્ય અને મંત્રી પદનો 5 દબદબો

1998થી સતત જીતતા આવ્યા છે (ઘોઘા બેઠક અને હવે ભાવનગર ગ્રામ્ય બેઠક). 2007થી તેઓ મત્સ્યોદ્યોગ મંત્રી તરીકે કાર્યરત છે. નરેન્દ્ર મોદીથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધીના તમામ મુખ્યમંત્રીઓના મંત્રીમંડળમાં તેઓ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow